Skip to main content

100 મીટર લાંબા 'મેક ઇન ઇન્ડિયા' સ્ટીલ બ્રિજનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભારતીય રેલવે ટ્રેક પર લોકાર્પણ

Published Date

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ-મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતના નડિયાદ નજીક ભારતીય રેલવેની વડોદરા-અમદાવાદ મુખ્ય લાઇન પર 100 મીટર લંબાઈનો પ્રથમ સ્ટીલ બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો.

જાપાનીઝ જાણકારીની સાથે-સાથે ભારત "મેક-ઇન-ઇન્ડિયા" વિઝન હેઠળ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવા માટે તેની સ્વદેશી તકનિકી અને ભૌતિક ક્ષમતાઓનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે. અને, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો આ સ્ટીલ બ્રિજ પણ આવા જ ઉદાહરણોમાંનો એક છે.

આ 1486 મેટ્રિક ટન વજનનો સ્ટીલ બ્રિજ ગુજરાતના ભુજ જિલ્લાના વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે, જે બ્રિજ લોન્ચિંગ સાઇટના સ્થળથી લગભગ 310 કિમી દૂર છે અને તેને ટ્રેઇલરો પર લાદીને આરોપણ કેન્દ્રો પર લઇ જવામાં આવ્યો હતો.

આ સ્થળ પર સ્ટીલના પુલને કામચલાઉ ટ્રસ્ટલ્સ પર જમીનથી 15.5 મીટરની ઊંચાઈએ એસેમ્બલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, 63 મીટર લંબાઈના અને લગભગ 430 મેટ્રિક ટન વજનવાળા લોન્ચિંગ નોઝને મુખ્ય પુલ એસેમ્બલી સાથે એસેમ્બલ કરવામાં આવ્યું હતું. સ્ટીલના પુલને 2 નંબરના જેકની ઓટોમેટિક મિકેનિઝમ સાથે ખેંચવામાં આવ્યો હતો, જે હાઇ ટેન્શન સેરનો ઉપયોગ કરીને 180 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવે છે.

આ પુલને ભારતીય રેલ્વે લાઇનોના સંપૂર્ણ ટ્રાફિક અને પાવર બ્લોક્સમાં સાવચેતીપૂર્વકના આયોજન અને ચોકસાઈથી ખેંચવામાં આવ્યો હતો.

તકનીકી બિંદુઓ:

  1.  મુખ્ય પુલની લંબાઈ: 100 મીટર
  2.  મુખ્ય પુલનું વજનઃ 1486 મેટ્રિક ટન
  3.  લોન્ચિંગ નોઝની લંબાઈ: 63 મીટર
  4.  લોન્ચિંગ નોઝનું વજન: 430 મેટ્રિક ટન

સ્ટીલની દરેક ઉત્પાદન બેચનું પરીક્ષણ અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ (યુટી) દ્વારા ઉત્પાદકના પરિસરમાં કરવામાં આવ્યું હતું. સ્ટીલના પુલોનું નિર્માણ જાપાની ઇજનેર દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિઝાઇન ડ્રોઇંગ્સ અનુસાર કટિંગ, ડ્રિલિંગ, વેલ્ડિંગ અને પેઇન્ટિંગની હાઇ-ટેક અને ચોક્કસ કામગીરીમાંથી પસાર થાય છે. વેલ્ડર્સ અને સુપરવાઇઝર્સને આંતરરાષ્ટ્રીય વેલ્ડિંગ નિષ્ણાતો દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા હતા. વેલ્ડિંગ પ્રક્રિયાનું નિરીક્ષણ દરેક વર્કશોપમાં ગોઠવાયેલા જાપાનીઝ ઇન્ટરનેશનલ વેલ્ડિંગ એક્સપર્ટ્સ (આઇડબલ્યુઇ) દ્વારા કરવામાં આવે છે. ફેબ્રિકેટેડ માળખુ પરીક્ષણ એસેમ્બલી પ્રક્રિયામાંથી પસાર થાય છે અને પછી સ્ટીલ માળખાના અત્યાધુનિક 5-લેયર્ડ પેઇન્ટિંગને અનુસરે છે.

સ્ટીલના ગર્ડર માટે અપનાવવામાં આવેલી પેઇન્ટિંગ તકનીક ભારતમાં આ પ્રકારની પ્રથમ છે. તે જાપાન રોડ એસોસિયેશનના "હેન્ડબુક ફોર કાટ પ્રોટેક્શન ઓફ સ્ટીલ રોડ બ્રીજ"ની સી-5 પેઇન્ટિંગ પધ્ધતિને અનુરૂપ છે. સ્ટીલના ભાગોનું જોડાણ ટોર શિયર ટાઇપ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સ (ટીટીએચએસબી)નો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેનો ઉપયોગ ભારતમાં કોઈ પણ રેલવે પ્રોજેક્ટ માટે પ્રથમ વખત થઈ રહ્યો છે.

કોરિડોર માટે પૂર્ણ થયેલા ૨૮ સ્ટીલના પુલોમાંથી આ બીજો છે. પ્રથમ સ્ટીલ બ્રિજનું લોકાર્પણ રાષ્ટીય ધોરીમાર્ગ નં 53, સુરત, ગુજરાતમાં કરવામાં આવ્યું હતું.

આ સ્ટીલના પુલો બનાવવામાં આશરે 70,000 મેટ્રિક ટન નિર્દિષ્ટ સ્ટીલનો ઉપયોગ થાય છે. આ સ્ટીલ બ્રિજની લંબાઈ 60 મીટર 'સિમ્પલી સપોર્ટેડ' થી લઈને 130 + 100 મીટરના 'સતત સ્પાન' સુધીની હોય છે.

સ્ટીલ પુલો હાઇવે, એક્સપ્રેસવે અને રેલવે લાઇનને પાર કરવા માટે સૌથી અનુકૂળ છે, 40 થી 45 મીટર સુધી ફેલાયેલા પ્રિ-સ્ટ્રેસ્ડ કોંક્રિટ બ્રિજથી વિપરીત, જે નદીના પુલો સહિત મોટાભાગના વિભાગો માટે અનુકૂળ છે. ભારત પાસે 100 થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ભારે અંતરની અને સેમી હાઇ-સ્પીડ ટ્રેનો માટે સ્ટીલ બ્રિજ બનાવવાની કુશળતા છે. હવે, સ્ટીલ ગર્ડરના નિર્માણમાં આ જ કુશળતા એમએએચએસઆર કોરિડોર પર પણ લાગુ કરવામાં આવશે, જેની ઓપરેશનલ સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે.

Related Images