Skip to main content

મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે ભારતીય એંજિનિયર્સની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમની તાલીમ શરૂ

Published Date

ટી-2 પેકેજ (જે વાપી અને વડોદરા વચ્ચે 237 કી મી કવર કરે છે) તે માટે ભારતીય એંજિનિયર્સની તાલીમ અને કાર્યમાં અગ્ર વ્યક્તિઓની તાલીમ મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR) કોરિડોરના ભારતીય એંજિનિયર્સની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમ માટે શરૂ થઈ ગઈ છે

એવું ખાસ ધરવામાં આવેલ છે કે ફક્ત પ્રમાણિત એંજિનિયર્સ/ કાર્યમાં અગ્ર હોય તેવી વ્યક્તિઓ જ ટ્રેક કન્સ્ટ્રક્શન વર્ક માટે સાઇટ પર કામકાજ કરશે. આ જાપાની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમની ‘ટેકલોલોજી ટ્રાન્સફર ‘ માં મદદ કરશે

બેલાટ-લેસ સ્લેબ ટ્રેક સિસ્ટમ (જે સ્લેબ ટ્રેક સિસ્ટમ તરીકે ખૂબ જાણીતી છે) જેમ જાપાનીઝ શિંકનસેન હાઇ સ્પીડ રેલમાં ઉપયોગ થાય છે તેમ ભારતીય હાઇ સ્પીડ રેલ પ્રોજેકટમાં સૌ પ્રથમવાર ઉપયોગમાં લેવાશે. આ તાલીમ JARTS ( જાપાનમાં એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇજેશન) દ્વારા અપાશે , જઓ JICA ( મુંબઈ- અમદાવાદ પ્રોજેક્ટની ફંડીંગ એજન્સી) દ્વારા જે તે ફિલ્ડના વિશેષજ્ઞો મારફત નોમિનેટ થયા છે.

આમાં ટ્રેક વર્કના બધા પાસાઓ કવર કરતા 15 જુદા જુદા કોર્સ હશે જે સાઇટ મેનેજર માટેની ટ્રેનીંગ, ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ, RC ટ્રેક બેડ કન્સ્ટ્રક્શન, રેફરન્સ પિન સર્વે અને ડેટા અનાલિસિસ, સ્લેબ ટ્રેક ઈન્સ્ટોલેશન, CAM ઈન્સ્ટોલેશન, રેલ વેલ્ડ ફિનિશિંગ, રેલની એનક્લોઝ્ડ આર્ક વેલ્ડિંગ અને ટર્ન આઔત ઈન્સ્ટોલેશન ની ટ્રેનીંગ સમાવે છે .

લગભગ 1000 એંજિનિયર્સ / કાર્યમાં આગ્ર વ્યક્તિઓ/ ટેક્નિશિયન્સને તાલીમ આપવાની યોજના કરેલ છે. આ માટે ખાસ સુરત ખાતે 3 (ત્રણ) ટ્રેલ લાઇન્સ સાથેની, તાલીમ સુવિધા ઊભી કરવાં આવી છે.

જાપાનીઝ ટ્રેક સિસ્ટમ વિશ્વમાં વિશિષ્ટ છે અને તે મૂકવામાં ખૂબ જ ઉચ્ચ સ્તરનું કૌશલ્ય જરૂરી રહે છે. ટ્રેક હાઇ સ્પીડ રેલમા સૌથી અગત્યનો ભાગ છે અને ખૂબ ઊંચી ચોક્કસઈ સાથે મૂકવાની જરૂર રહે છે. 20 (વિશ) જાપાની વિશેસજ્ઞ ભારતીય એંજિનિયર્સ, સુપરવાઇઝર્સ અને ટેકનિશિયનોને સઘન તાલીમ આપશે અને તેમના કૌશલ્યોની પરખશે અને ખરાઈ કરશે.

Related Images