Skip to main content

MAHSR C-1 પેકેજ પર જાણકારી

Published Date

એનએચએસઆરસીએલે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) એચએસઆર સ્ટેશનની ડિઝાઇન અને નિર્માણ માટે નાણાકીય બિડ્સ ખોલી

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ એમએએચએસઆર સી-1 પેકેજ હેઠળ મુંબઈ (મહારાષ્ટ્ર)માં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)ના હાઈ સ્પીડ રેલ સ્ટેશનની ડિઝાઈન અને નિર્માણ માટે નાણાકીય બિડ્સ ખોલી છે.

3 (ત્રણ) ટેકનિકલ લાયકાત ધરાવતા બિડર્સની નાણાકીય બિડ્સ આજે ખૂલી હતી અને મેસર્સ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ અને હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ જોઇન્ટ વેન્ચર (મેસર્સ એમઇઆઇએલ-એચસીસી જોઇન્ટ વેન્ચર)એ સૌથી ઓછી બિડને ક્વોટ કરી છે.

આ ટેન્ડરની ટેકનિકલ બિડ 4 નવેમ્બર 2022ના રોજ ખોલવામાં આવી હતી.