સુવિકસિત અને આધુનિક જાણવણી તંત્ર હાઇ સ્પીડ રેલ્વેને સફળતાપૂર્વક ચલાવવાનો મહત્વપૂર્ણ ઘટક છે. એમએએચએસઆરમાં હાઇ સ્પીડ રોલિંગ સ્ટોકની જાળવણી માટે, એમએએચએસઆર કોરિડોરમાં ત્રણ (3) જાળવણી ડેપો હશે. આ ડેપો સુરત, થાણે અને સાબરમતિમાં સ્થિત હશે.
ક્ષેત્રફળ મુજબ, અંદાજીત 38 હેક્ટરમાં ફેલાયેલ સુરત ડેપો સૌથી નાનો ડેપો હશે જેમાં પાટાની જાળવણીનો ડેપો પણ હશે. ત્યારબાદ થાણે ડેપો અંદાજીત 58 હેક્ટરમાં ફેલાયેલો હશે અને સૌથી મોટો સાબરમતી ડેપો અંદાજીત 82 હેક્ટરમાં ફેલાયેલો હશે.
થાણે ડેપો અને સુરત ડેપો પર ટ્રેનોની દૈનિક તપાસણી, નિયમિત તપાસણી અને અનિર્ધારિત જાળવણી કરવાનું શક્ય બનશે. રોલિંગ સ્ટોક્સની દૈનિક અને નિયમિત તપાસણીઓ અને અનિર્ધારિત જાળવણી ઉપરાંત, સાબરમતી ડેપો ડબ્બાઓ તથા સામાન્ય સમારકામ માટેની સુવિધાઓ પણ ધરાવશે.
એમએએચએસઆરનાં તમામ ત્રણેય ડેપોમાં વરસાદી પાણીનાં સંગ્રહણનું તંત્ર, નકામા પાણીની ટ્રીટમેન્ટનું તંત્ર, વધારે-કાર્યક્ષમ પાણીનાં સાધનોનો ઉપયોગ, સૌર પેનલો વગેરેનાં સુયોગ્ય પ્રાવધાનો ધરાવશે.
જીઆઇટીનો ઉપયોગ પાટા, પાવર સપ્લાય, સિગ્નલિંગ અને એમએએચએસઆર એલાઇનમેન્ટ પર સ્થાપિત કરવામાં આવેલ દૂરસંચાર તંત્રનાં પરિમાણોનું માપન કરવા અને તપાસણી કરવા માટે કરવામાં આવશે. આ પાટા, પાવર સપ્લાય, સિગ્નલિંગ અને દૂરસંચાર માળખામાં કરવાની આવશ્યક નિવારક જાળવણી માટે નપુટ તરીકે ફરજ બજાવશે.
જીઆઇટી 6 ડબ્બાઓની હશે અને 320 કિમી/કલાકની મહત્તમ કાર્યકારી ઝડપ પર કાર્ય કરવાની રચના ધરાવશે.
જીઆઇટી પાટા, પાવર સપ્લાય, સિગ્નલિંગ અને દૂરસંચાર તંત્રનાં માપણી યંત્રોની સ્થાપના માટે સમર્પિત માપણી ઓરડાઓ ધરાવશે. તે માપણી કર્મચારીગણ માટે સભાની જગ્યાઓ સાથે ખુરશીઓ અને ટેબલો ધરાવશે. જનરલ ઇન્સ્પેક્શન ટ્રેન જ્યારે પાટા પરથી ઉતરી જવી કે તેનાં જેવી ઘટનાઓ થાય ત્યારે તાત્કાલિક પુનઃસ્થાપન માટે વપરાતા બચાવ સાધનો માટે જગ્યા પણ ધરાવશે.