1. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરની લંબાઈ કેટલી છે?
મુંબઈથી અમદાવાદ સુધીની બુલેટ ટ્રેન કોરિડોરની કુલ લાઇનદોરી ૫૦૮ કિ.મી. છે. વધુ વિગતો માટે, કૃપા કરીને મુલાકાત લો: https://nhsrcl.in/gu/about-us/about-nhsrcls
2. ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ કેટલી લાઇનદોરી છે?
ગુજરાતમાં, કુલ લાઇનદોરી 348 કિ.મી., દાદરા અને નગર હવેલી: 4 કિ.મી. અને મહારાષ્ટ્રમાં: 156 કિ.મી. વધુ વિગતો માટે, કૃપા કરીને મુલાકાત લો: https://nhsrcl.in/gu/about-us/about-nhsrcls
3. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કેટલા સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે?
ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી અને મહારાષ્ટ્રમાં બોઇસર, વિરાર, થાણે અને મુંબઇ એમ 12 સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે મુલાકાત લો: https://nhsrcl.in/gu/about-us/about-nhsrcls
4. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી હશે?
બુલેટ ટ્રેનની મહત્તમ ઓપરેટિંગ ઝડપ 320 કિ.મી./કલાકની રહેશે વધુ વિગતો માટે, કૃપા કરીને મુલાકાત લો: https://nhsrcl.in/gu/about-us/about-nhsrcls
5. કોરિડોર માટે મુંબઇ અને અમદાવાદ વચ્ચે મુસાફરીનો અપેક્ષિત સમય કેટલો છે?
આ સમગ્ર યાત્રા મર્યાદિત મથક (સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે) સાથે આશરે 2 કલાક અને 7 મિનિટમાં પૂર્ણ કરવામાં આવશે અને તમામ મથકો (સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે અને મુંબઇ ખાતે) સાથે 2 કલાક 58 મિનિટની મુસાફરી કરીને પૂર્ણ કરવામાં આવશે. વધુ વિગતો માટે, કૃપા કરીને મુલાકાત લો: https://nhsrcl.in/gu/about-us/about-nhsrcls
6. પ્રોજેક્ટ માટે જરૂરી કુલ જમીન કેટલી છે અને કેટલી સંપાદન કરવામાં આવી છે?
લાઇનદોરી માટે નિર્ધારિત 1390 હેક્ટર જમીનમાંથી 430 હેક્ટર મહારાષ્ટ્રમાં અને 960 હેક્ટર જમીન ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં છે. આ પ્રોજેક્ટ માટે 100 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે.
7. એમએએચએસઆર કોરિડોર માટે કઈ તકનિકની પસંદગી કરવામાં આવી છે?
હાઈ-સ્પીડ રેલમાં શ્રેષ્ઠ વૈશ્વિક ટેકનોલોજીમાંની એક જાપાનની શિંકનસેન ટેકનોલોજીની પસંદગી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે કરવામાં આવી છે. વધુ વિગતો માટે, કૃપા કરીને મુલાકાત લો: https://nhsrcl.in/gu/project/safety-features
8. બુલેટ ટ્રેન કોરિડોરમાં કેટલા પર્વતીય બોગદાં હશે?
કોરિડોર માટે કુલ સાત પર્વતીય બોગદાં બનાવવામાં આવી રહ્યા છે. જેમાંથી છ મહારાષ્ટ્રમાં અને એક ગુજરાતમાં છે.
9. બુલેટ ટ્રેન કોરિડોર માટે કેટલા નદીઓ પરના પુલનું આયોજન કરવામાં આવ્યું છે?
લાઇનદોરીના ભાગરૂપે 24 નદીઓ પર પુલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી 20 ગુજરાત રાજ્યમાં અને 4 પુલ મહારાષ્ટ્ર રાજ્યમાં છે.
10. બુલેટ ટ્રેન કોરિડોર માટે કેટલા સ્ટીલ બ્રિજનું આયોજન છે?
કોરિડોરને સમાંતરે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો, સિંચાઈ નહેરો અને રેલવે ટ્રેક્સ પર 28 સ્ટીલના પુલોનું આયોજન કરવામાં આવ્યું છે.
11. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણને વેગ આપવા માટે કઈ તકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે?
વાયડક્ટના બાંધકામને ઝડપી બનાવવા માટે સેગમેન્ટલ લોન્ચીંગ પધ્ધતિ ઉપરાંત ફુલ સ્પાન લોન્ચીંગ પધ્ધતિ (એફએસએલએમ)નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
12. ભારતની સૌપ્રથમ ભૂગર્ભ/દરિયાની નીચેના રેલવે બોગદાંની લંબાઈ કેટલી છે?
મહારાષ્ટ્રના મુંબઈમાં 21 કિલોમીટર લાંબુ બોગદું બનાવવામાં આવી રહ્યું છે જેમાં 7 કિલોમીટર લાંબુ દરિયા નીચેનું બોગદું સામેલ છે. આ પ્રથમ દરિયાની નીચેનું રેલ બોગદું છે જે મુંબઈથી શરૂ થશે અને મહારાષ્ટ્રના શીલફાટામાં બહાર આવશે વધુ વિગતો માટે, કૃપા કરીને મુલાકાત લો: https://nhsrcl.in/gu/project/project-highlights
13. આ પ્રોજેક્ટ સાથે ભારતમાં પ્રથમ વખત કઈ નવી ટ્રેક પધ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે?
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનીઝ શિંકનસેન ટ્રેક પધ્ધતિ પર આધારિત બેલાસ્ટલેસ ટ્રેકની જે-સ્લેબ ટ્રેક પધ્ધતિ હશે. આ પહેલીવાર છે, જ્યારે ભારતમાં જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
14. બુલેટ ટ્રેન કોરિડોર માટે કેટલા રોલિંગ સ્ટોક ડેપોનું આયોજન કરવામાં આવ્યું છે?
મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સર્વિસ ગુજરાતના સાબરમતી અને સુરત અને મહારાષ્ટ્રના થાણે ખાતે આવેલા ત્રણ રોલિંગ સ્ટોક ડેપો દ્વારા કરવામાં આવશે. વધુ વિગતો માટે, કૃપા કરીને મુલાકાત લો: https://nhsrcl.in/gu/project/maintenance
15. બુલેટ ટ્રેન કોરિડોર માટે સૌથી મોટો અને મૂળ ડેપો કયો છે?
સાબરમતી રોલિંગ સ્ટોક ડેપો ત્રણ ડેપો પૈકીનો સૌથી મોટો ડેપો છે, જેનો વિસ્તાર આશરે ૮૩ હેક્ટર જેટલો છે. વધુ વિગતો માટે, કૃપા કરીને મુલાકાત લો: https://nhsrcl.in/gu/project/maintenance